Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર ના મહત્વ ?

Show Some Love

Gujarati Suvichar

Gujarati Suvicharઝીંદગી માં સફળ થવા માટે સારા વિચારો નું હોવું ખુબજ જરૂરી છે. એટલા માટે આજે અમે અહીં તમારા માટે લઇ ને આવ્યા છીએ Suvichar Gujarati With Images

Suvichar નો સામાન્ય અર્થ છે “સારા વિચારો”, અને કહેવામાં આવે છે કે તમે જેવું વિચારો છો એવા જ બની જાવ છો. માટે વિચારો સારા હોવા એ દરેક માટે ખુબ જ અગત્યનું છે.Gujarati Suvichar

હવે પ્રશ્ન એ બને છે કે સારા વિચારો માટે શું કરવું જોઈએ? તો મિત્રો અમે આપણે જણાવી દઈએ કે સારા વિચારો માટે આપણે નિરંતર પ્રયાસ કરતાં રહેવું પડશે. આ કોઈ એક દિવસ ની વાત નથી.Gujarati Suvichar

આના માટે તમે અમારા Gujarati Suvichar ની સાથે સારે સારા પુસ્તકો, સારા વીડિઓ તેમજ સારા મિત્રોના સંપર્ક માં રહીને તમારા વિચારો ને અને ખુદ ને આગળ લઇ જઈ શકો છો.

અમે સમજીએ છીએ કે દરેક જીવન માં આગળ વધવા માંગે છે, કઈક મેળવવા માંગે છે પણ ક્યાંક તો પોતાની ભૂલો, પોતાના નકારાત્મક વિચારો, કોઈ ની ખોટી ટીપ્પણી આપણ ને અંદર થી નિરાશા તરફ ધકેલી દે છે.Gujarati Suvichar

આ બધા થી છુટકારો મેળવવા માટે Suvichar Gujarati તરફ આગળ વધ્યા છો. જે એક આનંદ ની વાત છે. દરરોજ ફક્ત એક Suvichar Gujarati આપણી ઝીંદગી બદલવા માટે પુરતો છે.

અમને આશા છે કે આપ અમારા Gujarati Suvichar ને પોતાની ઝીંદગી માં ઉતારશો અને એ રીતે આચરણ પણ કરશો. તમારા મિત્રો અને કુટુબીજનો ને અમારા આ Gujarati Suvichar શેયર જરૂર કરજો.

તમારા કોઈ પણ અભિપ્રાય અથવા સુચન હોય તો અમને અહીં લખી મોકલી શકો છો. તમારું તથા તમારા પોતાનાઓ નું ધ્યાન રાખો. અમારી સાથે જોડવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આપનો દિવસ મંગલમય રહે. જય શ્રી રામ!

Gujarati Suvichar :

“જીંદગીના” નિયમો પણ “કબડ્ડી” જેવા જ હોય સાહેબ…જેવી

“સફળતાની” લાઈન ને “ટચ” કરો ને ત્યાં જ.

“લોકો” તમારો “પગ” ખેંચવા લાગી જાય..


જીવન એટલે…આંખોમાં આસું સાથે પ્રવેશ કરવો,

અને બધાની આંખમાં આસું આપીને વિદાય મેળવવા સુધીની સફર.


“રંગ તમારા અસ્તિત્વમાં હોવા જોઈએ,

પરિસ્થિતિ તો બ્લેક એન્ડ વ્હાઇટ જ રહેવાની”.


મારા  નાનકડા  ખિસ્સાને તેના માપ કરતાં મોટું સપનું  જાગ્યું ,

બસ , ત્યારથી  જ, પેલી  સુખ – શાંતિને ખોટું લાગ્યું…!


ગમ.. તું.. ના કર ગમતું  કર, કેમકે…

આ.. જીવન આજીવન નથી•

Gujarati Suvichar
Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર

“કર્મ” જ “આપણા “કઠપૂતળીનો ખેલ”કરાવે છે

બાકી “જીવનના રંગમંચ” ઉપર કોઈપણ કલાકાર નબળો નથી હોતો

‘માટીના દીવા” જેવું “આપણું જીવન” છે, “તેલ ખતમ તો ખેલ ખતમ.”


લોકો કહે છૈ કે સવાર સવારમાં_સારા મિત્રો અથવા તો_

સારા માણસો ને યાદ કરવાથી_આખો દિવસ સારો જાય છે_

તો મે વિચાર્યુ કે લાવો_તમને જ યાદ કરી લવ…


કોઈ ના હૃદય પર શાસન કરવા માટે નિઃસ્વાર્થતા

અને નિર્દોષતા નું સિંહાસન જોઈએ


જીંદગી’ નું દરેક ડગલું પુરી ‘તૈયારી’ અને,

‘આત્મવિશ્વાસ’ સાથે ભરો !’દરજી’

અને ‘સુથાર’ ના નિયમ ની જેમ..

‘માપવું’ બે વાર, ‘કાપવું’ એક જ વાર !!


જીવતા માં-બાપને સ્નેહથી સાંભળશો,

ગુમાવ્યા પછી ગીતાજી સાંભળવાનો શું અર્થ…?

સાથે બેસી જમવાની ઈચ્છા એમની, પ્રેમથી પુરી કરો..

પછી આખા ગામને લાડવા જમાડવાનો શું અર્થ…

Gujarati Suvichar
Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર

“મન” કપડાનું નથી, તોય મેલું થાય છે…….

દિલ કાચનું નથી તોય તૂટી જાય છે……

મેં લાગણીનાં જન્માક્ષર જોયા છે..!!

મે માણસનાં મનનાં હસ્તાક્ષર જોયા છે….

જિંદગી સાચવીને જીવજે દોસ્ત,કેમ કે …

ગ્રહો કરતાં વધું માણસ ને નડતા..જોયા છે…!


કેમેરો હોય કે વ્યક્તિ…

જેવું એમનું ફોકસ બીજા પર પડવા લાગશે

એટલે તમે ઓટોમેટિક બ્લર થઈ જશો!


જીવનમાં કોઈ એક તક ગુમાવી દીધી હોય તો

આંસુ થી આંખ ભીની ના કરવી કારણ કે જો

આંખ ચોખ્ખી હશે તો જ આવનારી બીજી તક જોઈ શકાશ


પારકાં ને ક્યાં શોધવા અહીં, પોતાના ખોવાઈ ગયા..

રેતી જેવા હતા સપના મારા, મોજાં થી ધોવાઈ ગયાં…

વિતેલી વાતોને યાદ કરી તો, આંસુ છલકાઇ ગયા..

સંબંધો ઘણા મળ્યા મને પણ, અમુક દિલમાં સચવાઇ ગયા..

યાદોની તિજોરી ખોલી જ્યારે, આ હોંઠ મલકાઇ ગયા.

અમુક મિત્રો જ એવા મળ્યા, જે દિલ પર છવાઈ ગયા..

Gujarati Suvichar
Suvichar Gujarati | ગુજરાતી સુવિચાર

સમાજ ના બજારમાં સલાહ એકદમ હોલસેલના ભાવે મળે છે,

અને જો સહકાર માંગીયે તો વ્યાજે મળે છે.!!


કોણ હસાવી ગયુ કે કોણ ફસાવી ગયુ એ મહત્ત્વનું નથી પરંતુ…

અનુભવ ની નિશાળમાં કોણ કયા વર્ગમાં બેસાડી ગયુ એજ મહત્ત્વ નું છે…


એક પથ્થર ઘસાય ત્યારે પગથિયું બને છે અને

એક પથ્થર ઘડાય ત્યારે પરમેશ્વર બને છે ક્યાં ઘસાવું

અને ક્યાં ઘડાવું એની સમજણ પડી જાય તો જીંદગી ઉત્સવ બની જાય.


જિંદગી તો એક રહસ્યમય નવલકથા જ છે સાહેબ,

જે દરરોજ એક પાનું ફેરવે છે અને નવું સસ્પેન્સ ખોલે છે.!

વ્યક્તિ શુ છે એ મહત્વ નું નથી પણ એ વ્યક્તિમાં શુ છે એ બહુ મહત્વ નું છે…


માણસ ની વિશાળ માણસાઈ જોવા ક્યારેક ‘કૃષ્ણ’ તો ક્યારેક ‘રામ’ થવુ પડે છે…

નથી હું એક ખોટો સિક્કો એ પુરવાર કરવા., ઘણી વાર મારે પણ ‘ખખડવું’ પડે છે…

Gujarati Suvichar
Suvichar Gujarati | ગુજરાતી સુવિચાર

ખુશી એક જ એવી વસ્તુ છે…

જે તમારી પાસે નહીં હોવા છતા,

તમે ધારો તો બીજાને આપી શકો છો…

હદ તો સરહદ ને હોય…

સ્નેહ તો અનહદ જ હોય…


કોઈ ભૂલી જાય તો ગભરાશો નહી…

જ્યારે તમારૂં કામ પડશે એજ શોધી કાઢશે.

તમે બસ વહેતા પાણી ની જેમ વહેતા જાવ

કચરો આપ મેળે કિનારે થતો જશે..


જીવન શૂન્ય હોય તો પણ છોડશો નહીં…

કારણ કે તે શૂન્યની સામે કેટલા નંબર લખવા તે શક્તિ તમારા હાથમાં છે..!


સ્ટેપલર ની એક પિન ની કિંમત ખબર છે??

ફક્ત ૦.૦૦૭ પૈસા…! પણ, એની કમાલ ખબર છે એ એક પિન

કરોડોના દસ્તાવેજ સાચવી રાખે છ “સાહેબ”

*દુનિયામાં કોઈ પણ વ્યક્તિને એના કદથી નહી એના ગુણથી પારખજો.

Gujarati Suvichar
Suvichar Gujarati | ગુજરાતી સુવિચાર

જ્યાં… મારુ અને તારુ છે ત્યાં જ અંધારુ છે!


જીવન પેનડ્રાઈવ નથી કે મનપસંદ ગીત વગાડી શકાય…

જીવન તો રેડીયા જેવું છે… કયારે કયું ગીત વાગે તેની ખબર જ ના હોય….


પરિવાર સાથે ધીરજ રાખવી તે પ્રેમ છે…

અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી તે આદર છે…

સ્વયં સાથે ધીરજ રાખવી તે આત્મવિશ્વાસ છે….

અને ઈશ્વર સાથે ધીરજ રાખવી તે શ્રદ્ધા છે.


આપણને આપણી નજરમાં જ ટટ્ટાર ઊભા

રહેતા શીખવે એ જ ખરા સંસ્કાર!

Gujarati Suvichar
Suvichar Gujarati | ગુજરાતી સુવિચાર

કોઈ લક્ષ્ય માણસના સાહસથી મોટું નથી હોતું

જે નથી લડતો એ જ હારે છે…

જીવનમાં બધું જ શક્ય છે, બસ શરુઆત આત્મવિશ્વાસ થી થવી જોઈએ….


અગણિત ઇચ્છાઓ મારી ફળે છે,

મને હસીને જ્યારે પણ તું મળે છે!


સ્ત્રી ને એની મંજિલ સુધી પહોચતા કોઈ ના રોકી શકે !

બસ રસ્તા માં પાણીપુરી વાળો ના મળવો જોય એ !


શબ્દ અને નજરનો ઉપયોગ બહુ જ સાવચેતીથી  કરવો,

એ આપણા  ઉછેર અને સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે.


બધાને સાથે રાખો પરંતુ સાથે સ્વાર્થ કદાપિ ના રાખો.

ખોટો વિચાર અને ખોટો અંદાજ માણસને દરેક સંબંધથી ભટકાવી દે છે…

Gujarati Suvichar
Suvichar Gujarati | ગુજરાતી સુવિચાર

સપનાની શોધમાં વ્યક્તિ દુનિયાભરમાં ભટકે છે

પરંતુ આ શોધ પરિવાર પાસે આવીને પુરી થાય છે!


બિન્દાસ હસો શુ “ગમ” છે… જિંદગી માં ટેન્સન કોને “કમ” છે…

સારું અને ખરાબ તો કેવળ એક “ભ્રમ” છે…

જિંદગી નું નામ જ કભી ખુશી કભી “ગમ” છે…


પ્રેમથી કરેલા કામમાં કયારેય ‘થાક’ નથી લાગતો…

અને, વેઠથી કરેલા કામમાં કયારેય ‘આનંદ’ નથી આવતો…


ખાલી ખિસા લઇને તો નિકળો બજારમાં..!!

વહેમ દુર થઇ જશે ઇજ્જત કમાયાનો.!!

Gujarati Suvichar

Gujarati jokes : – YOUTUBE LINK

gujaratiprerna@gmail.com

Hello.. Friends Aa Mari Gujarati Motivation Ni Website Che Ama Tamara Mate Sara Post Images And Text Na Suvichar Upload Karva Ma Aave Che.

Related Posts

હર હર મહાદેવ : દુઃખ અને ગરીબીનો નાશ કરનાર પવિત્ર શિવ કથા

હર હર મહાદેવ પ્રારંભ:હર હર મહાદેવ મિત્રો! આજે અમે તમને ભગવાન શિવની એક પવિત્ર કથા સાંભળવા જઈ રહ્યા છીએ, જે દુઃખ અને ગરીબીના નાશ માટે પ્રસિદ્ધ છે. આ કથાનું વર્ણન…

સવારે કેટલા વાગે નહીં ઉઠવું જોઈએ? – જાણો સમગ્ર વિગતવાર માર્ગદર્શન

સવારનો સમય તમારા શરીર અને મગજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાણો કયા સમય ઊઠવું હાનિકારક છે, કયા સમય સવાર તંદુરસ્તી માટે શ્રેષ્ઠ છે અને કઈ રીત જીવનશૈલી સુધારી શકાય…

One thought on “Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર ના મહત્વ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *