
Gujarati Suvichar
Gujarati Suvichar: ઝીંદગી માં સફળ થવા માટે સારા વિચારો નું હોવું ખુબજ જરૂરી છે. એટલા માટે આજે અમે અહીં તમારા માટે લઇ ને આવ્યા છીએ Suvichar Gujarati With Images
Suvichar નો સામાન્ય અર્થ છે “સારા વિચારો”, અને કહેવામાં આવે છે કે તમે જેવું વિચારો છો એવા જ બની જાવ છો. માટે વિચારો સારા હોવા એ દરેક માટે ખુબ જ અગત્યનું છે.Gujarati Suvichar
હવે પ્રશ્ન એ બને છે કે સારા વિચારો માટે શું કરવું જોઈએ? તો મિત્રો અમે આપણે જણાવી દઈએ કે સારા વિચારો માટે આપણે નિરંતર પ્રયાસ કરતાં રહેવું પડશે. આ કોઈ એક દિવસ ની વાત નથી.Gujarati Suvichar
આના માટે તમે અમારા Gujarati Suvichar ની સાથે સારે સારા પુસ્તકો, સારા વીડિઓ તેમજ સારા મિત્રોના સંપર્ક માં રહીને તમારા વિચારો ને અને ખુદ ને આગળ લઇ જઈ શકો છો.
અમે સમજીએ છીએ કે દરેક જીવન માં આગળ વધવા માંગે છે, કઈક મેળવવા માંગે છે પણ ક્યાંક તો પોતાની ભૂલો, પોતાના નકારાત્મક વિચારો, કોઈ ની ખોટી ટીપ્પણી આપણ ને અંદર થી નિરાશા તરફ ધકેલી દે છે.Gujarati Suvichar
આ બધા થી છુટકારો મેળવવા માટે Suvichar Gujarati તરફ આગળ વધ્યા છો. જે એક આનંદ ની વાત છે. દરરોજ ફક્ત એક Suvichar Gujarati આપણી ઝીંદગી બદલવા માટે પુરતો છે.
અમને આશા છે કે આપ અમારા Gujarati Suvichar ને પોતાની ઝીંદગી માં ઉતારશો અને એ રીતે આચરણ પણ કરશો. તમારા મિત્રો અને કુટુબીજનો ને અમારા આ Gujarati Suvichar શેયર જરૂર કરજો.
તમારા કોઈ પણ અભિપ્રાય અથવા સુચન હોય તો અમને અહીં લખી મોકલી શકો છો. તમારું તથા તમારા પોતાનાઓ નું ધ્યાન રાખો. અમારી સાથે જોડવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આપનો દિવસ મંગલમય રહે. જય શ્રી રામ!
“જીંદગીના” નિયમો પણ “કબડ્ડી” જેવા જ હોય સાહેબ…જેવી
“સફળતાની” લાઈન ને “ટચ” કરો ને ત્યાં જ.
“લોકો” તમારો “પગ” ખેંચવા લાગી જાય..
જીવન એટલે…આંખોમાં આસું સાથે પ્રવેશ કરવો,
અને બધાની આંખમાં આસું આપીને વિદાય મેળવવા સુધીની સફર.
“રંગ તમારા અસ્તિત્વમાં હોવા જોઈએ,
પરિસ્થિતિ તો બ્લેક એન્ડ વ્હાઇટ જ રહેવાની”.
મારા નાનકડા ખિસ્સાને તેના માપ કરતાં મોટું સપનું જાગ્યું ,
બસ , ત્યારથી જ, પેલી સુખ – શાંતિને ખોટું લાગ્યું…!
ગમ.. તું.. ના કર ગમતું કર, કેમકે…
આ.. જીવન આજીવન નથી•

“કર્મ” જ “આપણા “કઠપૂતળીનો ખેલ”કરાવે છે
બાકી “જીવનના રંગમંચ” ઉપર કોઈપણ કલાકાર નબળો નથી હોતો
‘માટીના દીવા” જેવું “આપણું જીવન” છે, “તેલ ખતમ તો ખેલ ખતમ.”
લોકો કહે છૈ કે સવાર સવારમાં_સારા મિત્રો અથવા તો_
સારા માણસો ને યાદ કરવાથી_આખો દિવસ સારો જાય છે_
તો મે વિચાર્યુ કે લાવો_તમને જ યાદ કરી લવ…
કોઈ ના હૃદય પર શાસન કરવા માટે નિઃસ્વાર્થતા
અને નિર્દોષતા નું સિંહાસન જોઈએ
જીંદગી’ નું દરેક ડગલું પુરી ‘તૈયારી’ અને,
‘આત્મવિશ્વાસ’ સાથે ભરો !’દરજી’
અને ‘સુથાર’ ના નિયમ ની જેમ..
‘માપવું’ બે વાર, ‘કાપવું’ એક જ વાર !!
જીવતા માં-બાપને સ્નેહથી સાંભળશો,
ગુમાવ્યા પછી ગીતાજી સાંભળવાનો શું અર્થ…?
સાથે બેસી જમવાની ઈચ્છા એમની, પ્રેમથી પુરી કરો..
પછી આખા ગામને લાડવા જમાડવાનો શું અર્થ…

“મન” કપડાનું નથી, તોય મેલું થાય છે…….
દિલ કાચનું નથી તોય તૂટી જાય છે……
મેં લાગણીનાં જન્માક્ષર જોયા છે..!!
મે માણસનાં મનનાં હસ્તાક્ષર જોયા છે….
જિંદગી સાચવીને જીવજે દોસ્ત,કેમ કે …
ગ્રહો કરતાં વધું માણસ ને નડતા..જોયા છે…!
કેમેરો હોય કે વ્યક્તિ…
જેવું એમનું ફોકસ બીજા પર પડવા લાગશે
એટલે તમે ઓટોમેટિક બ્લર થઈ જશો!
જીવનમાં કોઈ એક તક ગુમાવી દીધી હોય તો
આંસુ થી આંખ ભીની ના કરવી કારણ કે જો
આંખ ચોખ્ખી હશે તો જ આવનારી બીજી તક જોઈ શકાશ
પારકાં ને ક્યાં શોધવા અહીં, પોતાના ખોવાઈ ગયા..
રેતી જેવા હતા સપના મારા, મોજાં થી ધોવાઈ ગયાં…
વિતેલી વાતોને યાદ કરી તો, આંસુ છલકાઇ ગયા..
સંબંધો ઘણા મળ્યા મને પણ, અમુક દિલમાં સચવાઇ ગયા..
યાદોની તિજોરી ખોલી જ્યારે, આ હોંઠ મલકાઇ ગયા.
અમુક મિત્રો જ એવા મળ્યા, જે દિલ પર છવાઈ ગયા..

સમાજ ના બજારમાં સલાહ એકદમ હોલસેલના ભાવે મળે છે,
અને જો સહકાર માંગીયે તો વ્યાજે મળે છે.!!
કોણ હસાવી ગયુ કે કોણ ફસાવી ગયુ એ મહત્ત્વનું નથી પરંતુ…
અનુભવ ની નિશાળમાં કોણ કયા વર્ગમાં બેસાડી ગયુ એજ મહત્ત્વ નું છે…
એક પથ્થર ઘસાય ત્યારે પગથિયું બને છે અને
એક પથ્થર ઘડાય ત્યારે પરમેશ્વર બને છે ક્યાં ઘસાવું
અને ક્યાં ઘડાવું એની સમજણ પડી જાય તો જીંદગી ઉત્સવ બની જાય.
જિંદગી તો એક રહસ્યમય નવલકથા જ છે સાહેબ,
જે દરરોજ એક પાનું ફેરવે છે અને નવું સસ્પેન્સ ખોલે છે.!
વ્યક્તિ શુ છે એ મહત્વ નું નથી પણ એ વ્યક્તિમાં શુ છે એ બહુ મહત્વ નું છે…
માણસ ની વિશાળ માણસાઈ જોવા ક્યારેક ‘કૃષ્ણ’ તો ક્યારેક ‘રામ’ થવુ પડે છે…
નથી હું એક ખોટો સિક્કો એ પુરવાર કરવા., ઘણી વાર મારે પણ ‘ખખડવું’ પડે છે…

ખુશી એક જ એવી વસ્તુ છે…
જે તમારી પાસે નહીં હોવા છતા,
તમે ધારો તો બીજાને આપી શકો છો…
હદ તો સરહદ ને હોય…
સ્નેહ તો અનહદ જ હોય…
કોઈ ભૂલી જાય તો ગભરાશો નહી…
જ્યારે તમારૂં કામ પડશે એજ શોધી કાઢશે.
તમે બસ વહેતા પાણી ની જેમ વહેતા જાવ
કચરો આપ મેળે કિનારે થતો જશે..
જીવન શૂન્ય હોય તો પણ છોડશો નહીં…
કારણ કે તે શૂન્યની સામે કેટલા નંબર લખવા તે શક્તિ તમારા હાથમાં છે..!
સ્ટેપલર ની એક પિન ની કિંમત ખબર છે??
ફક્ત ૦.૦૦૭ પૈસા…! પણ, એની કમાલ ખબર છે એ એક પિન
કરોડોના દસ્તાવેજ સાચવી રાખે છ “સાહેબ”
*દુનિયામાં કોઈ પણ વ્યક્તિને એના કદથી નહી એના ગુણથી પારખજો.

જ્યાં… મારુ અને તારુ છે ત્યાં જ અંધારુ છે!
જીવન પેનડ્રાઈવ નથી કે મનપસંદ ગીત વગાડી શકાય…
જીવન તો રેડીયા જેવું છે… કયારે કયું ગીત વાગે તેની ખબર જ ના હોય….
પરિવાર સાથે ધીરજ રાખવી તે પ્રેમ છે…
અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી તે આદર છે…
સ્વયં સાથે ધીરજ રાખવી તે આત્મવિશ્વાસ છે….
અને ઈશ્વર સાથે ધીરજ રાખવી તે શ્રદ્ધા છે.
આપણને આપણી નજરમાં જ ટટ્ટાર ઊભા
રહેતા શીખવે એ જ ખરા સંસ્કાર!

કોઈ લક્ષ્ય માણસના સાહસથી મોટું નથી હોતું
જે નથી લડતો એ જ હારે છે…
જીવનમાં બધું જ શક્ય છે, બસ શરુઆત આત્મવિશ્વાસ થી થવી જોઈએ….
અગણિત ઇચ્છાઓ મારી ફળે છે,
મને હસીને જ્યારે પણ તું મળે છે!
સ્ત્રી ને એની મંજિલ સુધી પહોચતા કોઈ ના રોકી શકે !
બસ રસ્તા માં પાણીપુરી વાળો ના મળવો જોય એ !
શબ્દ અને નજરનો ઉપયોગ બહુ જ સાવચેતીથી કરવો,
એ આપણા ઉછેર અને સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે.
બધાને સાથે રાખો પરંતુ સાથે સ્વાર્થ કદાપિ ના રાખો.
ખોટો વિચાર અને ખોટો અંદાજ માણસને દરેક સંબંધથી ભટકાવી દે છે…
સપનાની શોધમાં વ્યક્તિ દુનિયાભરમાં ભટકે છે
પરંતુ આ શોધ પરિવાર પાસે આવીને પુરી થાય છે!
બિન્દાસ હસો શુ “ગમ” છે… જિંદગી માં ટેન્સન કોને “કમ” છે…
સારું અને ખરાબ તો કેવળ એક “ભ્રમ” છે…
જિંદગી નું નામ જ કભી ખુશી કભી “ગમ” છે…
પ્રેમથી કરેલા કામમાં કયારેય ‘થાક’ નથી લાગતો…
અને, વેઠથી કરેલા કામમાં કયારેય ‘આનંદ’ નથી આવતો…
ખાલી ખિસા લઇને તો નિકળો બજારમાં..!!
વહેમ દુર થઇ જશે ઇજ્જત કમાયાનો.!!
Gujarati jokes : – YOUTUBE LINK
- #GujaratiComedy #FunnyJokesGujarati #GujjuReels #GujaratiMasti #HasyaJokes #PatniPatiJokes #GarbaJokes #GujaratiChutkula #GujaratiLaugh #GujjuJokes #MojNiLife #GujaratiFunnyVideo
- funny jokes
- gujarati funny jokes
- gujarati joke
- gujarati jokes
- gujarati kahani
- gujarati ma kahani
- gujarati motivation
- gujarati quotes
- Gujarati Story
- Gujarati Suvichar
- Gujarati varta
- gujju jokes
- gujju kahani
- Gujju Story
- GUJJU VARTA
- hindi quotes
- hindi story
- hindi suvichar
- joke in gujarati
- jokes in gujarati
- jokes in marathi
- marathi joke
- marathi jokes
- marathi tadka
- mata pita ki kahani
- motivation hindi
- motivation in gujarati
- motivational story
- SAD STORY
- Suvichar in Gujarati
- text of kahani gujju
- हिंदी कहानी
-
Top 100 Gujarati Comedy Jokes | ગુજરાતી કોમેડી જોક્સ !
અહીં તમારા માટે ખાસ 100 Gujarati Comedy Jokes અને ફની જોક્સ તૈયાર કર્યા છે. (Gujarati Comedy Jokes) 🤣 તમને હસાવવાનું કામ આજે અમે લઈ લીધું છે! Gujarati Comedy Jokesઆજના ખાસ…
-
100+ શ્રેષ્ઠ ગુજરાતી સુવિચારો (Gujarati Suvichar)
સુવિચાર(Suvichar) એટલે ગુજરાતી સુવિચાર એ એવો વિચાર અથવા મંત્ર છે જે માનવને સમજવા અને પ્રેરણા આપવામાં આવે છે. તે માનવને જીવનમાં શક્તિ, સહનશીલતા, પ્રેમ, સમાધાન અને આનંદનો અનુભવ કરવાની સ્ફૂર્તિ આપે છે. સુવિચારો માનવની ભાવનાઓ…
-
Gujarati Funny Jokes | 45+ ગુજરાતી રમુજી જોક્સ 2025
કેમ છો મિત્રો મજા મા ને આજે તમારાં માટે Gujarati Funny Jokes નો ખજાનો લઈને આવ્યો છું જે વાંચી વાંચીને તમે લોટ પોટ થઈ જશો કેમકે આ જોક્સ એટલાં કોમેડી છે કે…
-
ગુજરાતી સુવિચાર – Inspiring Gujarati Suvichar
સુવિચાર(Suvichar) એટલે ગુજરાતી સુવિચાર એ એવો વિચાર અથવા મંત્ર છે જે માનવને સમજવા અને પ્રેરણા આપવામાં આવે છે. તે માનવને જીવનમાં શક્તિ, સહનશીલતા, પ્રેમ, સમાધાન અને આનંદનો અનુભવ કરવાની સ્ફૂર્તિ આપે…
-
Marathi Jokes | 40+ भन्नाट मराठी जोक ? Latest 2025
Marathi jokes : नमस्कार मित्रांनो, विनोद म्हणजे माणसाच्या आयुष्यातला एक अविभाज्य घटक बनला आहे. marathi jokes करून एखाद्याला खळखळून हसवण हे प्रत्येकालाच जमत नाही.तर असेच काही marathi jokes इथे तुम्हाला पहायला मिळतील. मित्र…
-
Gujarati Jokes | 15+ જોક્સ વાંચીને થશો હસી-હસીને પાગલ!!!
કેમ છો મિત્રો મજા માને આજે તમારાં માટે Gujarati Jokes નો ખજાનો લઈને આવ્યો છું જે વાંચી વાંચીને તમે લોટ પોટ થઈ જશો કેમકે આ જોક્સ એટલાં કોમેડી છે કે…