Gujarati Funny Jokes | 45+ ગુજરાતી રમુજી જોક્સ 2025

કેમ છો મિત્રો મજા મા ને આજે તમારાં માટે Gujarati Funny Jokes નો ખજાનો લઈને આવ્યો છું જે વાંચી વાંચીને તમે લોટ પોટ થઈ જશો કેમકે આ જોક્સ એટલાં કોમેડી છે કે તમારા હસવાની ૧૦૦% ગેરંટી તમે આ Gujarati Funny Jokes તમારાં મિત્રો ને પણ હસાવી સકો છો

“જોક્સ શા માટે હોવા જોઈએ?” એ વાત ઘણી દૃષ્ટિએ અગત્યની છે. નીચે હું સરળ ભાષામાં સમજાવું છું કે જોક્સ આપણા જીવનમાં શા માટે ઉપયોગી અને જરૂરી છે:

1. મનોરંજન માટે (Entertainment): જીવનમાં હાસ્ય અને રમૂજી વાતો થતી રહેવી જરૂરી છે. તનાવભર્યા જીવનમાં હસવું જરૂરી છે — Gujarati Funny Jokes આપણને હસાવવાનું કામ કરે છે.

2. સ્ટ્રેસ ઓછો કરવા માટે (Stress Relief): જ્યારે આપણે હસીએ છીએ ત્યારે દિમાગમાંથી ટેન્શન અને ચિંતા ઓછા થાય છે.જોક્સ એમોશનલ બેલેન્સ જાળવી રાખવામાં મદદ કરે છે.Gujarati Funny Jokes

3. સંબંધો મજબૂત કરવા માટે (Build Relationships): હાસ્યથી મિત્રતા મજબૂત થાય છે. પરિવાર, મિત્ર કે સહકર્મીઓ સાથે હસવા હસાવવાની વાતો કરો તો સંબંધો વધે છે.Gujarati Funny Jokes

4. બુદ્ધિ અને ભાષા વિકાસ માટે (Cognitive and Language Skills): જોક્સ વારંવાર બુદ્ધિ પર આધારિત હોય છે (વિચારવી પડે કે ઉલટું શું થયું!). ખાસ કરીને બાળકો માટે તેનો ઉપયોગ ભાષા અને સમજદારી વિકસાવવામાં થાય છે.Gujarati Funny Jokes

5. મોડ સારી કરવી હોય ત્યારે (To Improve Mood): મૂડ ખરાબ હોય ત્યારે હળવા અને રમૂજી જોક્સ કે વિડિયોઝ જોઈને થોડી વાર માટે ખુશ થઇ શકાય છે. એ એક પ્રકારની ‘મનોબળ વઘારવાની દવા’ છે.Gujarati Funny Jokes

(1.) પત્ની : સવાર પડી, જલ્દી ઉઠો, હું ભાખરી કરું છું.

પતિ: હું ક્યાં તાવડી ઉપર સૂતો છું? તું ભાખરી કરને.

(2.) પ્રેમિકાની જેમ વરસવાનું હતુ,

આ તો પત્નીની જેમ તૂટી પડ્યો.

(3.) BSNLનુ સીમ ખરીદવાની તજવીજ કરો,

નહી તો 2025 માં … રાધીકા ની સુવાવડ નો ર્ખચો માથે આવશે.

(4.) તું સુઈ જા પણ ફોન ના કાપતી મારે તારા શ્વાસ નો અવાજ સાંભળવો છે,

આવી હરકતો ના કારણે જ રિચાર્જ ના ભાવ વધ્યા છે..

(5.) અમુક લોકો કથા સાંભળવાની ઉંમરે,

સ્ત્રીઓના DM માં ગાળો સાંભળે છે.

(6.) રામાયણમાં “વાલી” ને વરદાન હતું કે….

તેની સામે લડનાર ની અડધી શક્તિ ”વાલી” માં આવી જાય…

આ ‘વાલી” કલિયુગ માં ‘ઘરવાલી” તરીકે પ્રગટ થઈ છે.

(7.) સવાલ : ભાષાનો પ્રભાવ કોને કહેવાય ?

જવાબ : રાજકોટમાં રીક્ષાવાળાને..

माधापर चौकडी जाना है — ૩૦૦ રૂપિયા

માધાપર ચોકડી જવું છે — ૧૦૦ રૂપિયા

માધાપર સોકડી ઝાવું સે — ૩૦ રૂપિયા

(8.) ગુવારનુ શાક કેવું થયું છે? પતિ:-ખૂબ સરસ થયું છે.

પત્ની:-દીકરો તો કહેતો હતો કે ખરાબ થયું છે!

પતિ:-ભોળો યુવાન છે,લગ્ન નથી કર્યા એટલે

ક્યાં શું જવાબ દેવાય એ આવડતું નથી.

(9.) મસ્તી મસ્તી માં દોસ્ત ની GF ને I Love You કહી દીધું

અને એને જવાબમાં મને I Love You Too કહી દીધું

હવે એ સમજાતું નથી બ્લોક કોને કરું.

(10.) હજી તો વિચારતો હતો કે કોઈના જવાથી

કઈ ફરક પડતો નથી… ત્યાં તો લાઇટ જતી રહી…

(11.) કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કે જો,

મારે મારી સુમસાન જિંદગીમાં ભૂકંપ લઇ આવવો છે.

(12.) કાલ રાતે મને સપનું આવ્યું મે સપનામાં આંખી રિલાયન્સ કંપની ખરીદી લીધી.

સવારે ઉઠીને જોયું તો મુકા કાકા એ massage મોકલ્યો હતો,

પ્રિય ગ્રાહક તમારા પ્લાનની વૈદ્યતા સમાપ્ત સમાપ્ત થઈ રહી છે

સેવાનો લાભ ઉઠાવવા તરતજ રીચાર્જ કરો…

(13.) મેં પડોશીને પુછયુ : તમે કયો સાબુ વાપરો છો ?

પડોશી: હમણાં પીન્તુર ચાલે છે.

હું : એ વળી ક્યો સાબુ ?

પડોશી : પીઅર્સ પતવા આવ્યો એટલે સંતુરની સાથે ચોંટાડયો છે…

(14.) વજન ઘટાડવાનું નક્કી કર્યું અને એ જ દિવસે મારી આંખ સામે અડદિયા આવી ગયા.

મેં અડદિયા સામે જોયું, અડદિયાએ મારી સામે જોયું. પછી શું? અડદિયાનું વજન ઓછું થયું…

(15.) હમણાં જ યમરાજ નો ફોન આવ્યો હતો…..

કહેતા હતા કે ભાઈ તું ચિંતા નો કર…. તારી પોસ્ટમાં જે લાઈક નથી કરતા ને??

એનો અલગ થી ચોપડો બનાવ્યો છે…

(16.) ફિઝિક્સની વાઇવા- મૌખિક પરીક્ષા હતી, બે વિદ્યાર્થી બહાર બેઠા હતા, એક ને અંદર બોલાવામાં આવ્યો….

પ્રોફેસરે પ્રશ્ન પૂછ્યો – તું ટ્રેનમાં જતો હો અને ગરમી લાગે તો શું કર ? વિદ્યાર્થીએ જવાબ આપ્યો- બારી ખોલી નાખ….

પ્રોફેસરે ખુશ થઈને કહું – વાહ, ગુડ.. હવે એ કહે કે.. ધારો કે બારીનું ક્ષેત્રફળ ૩ વર્ગ મીટર હોય, ટ્રેન ઉત્તર થી દક્ષિણ તરફ જતી હોય અને પવન પૂર્વ થી પશ્ચિમ તરફ જતો હોત અને હવાની ઘનતા ૧.૨૨ કી.ગ્રા./મીટર સ્કવેર હોય, હવાની ગતિ ૪૦ માઈલ પર અવર હોય, ડબ્બાની સાઈઝ લગભગ ૫૪ ફૂટ હોય તો આખા ડબ્બાને હવાથી ફ્રેશ થતા કેટલો સમય લાગે ?

વિદ્યાર્થી જવાબ ન આપી શક્યો અને તેને નાપાસ જાહેર કરાયો.

તેણે બહાર આવીને બીજા વિદ્યાર્થીને કહ્યું કે ભાઈ તુ બારી ખોલતો નહી.

બીજો વિદ્યાર્થીઓ અંદર ગયો અને પ્રોફેસરે તેને એજ સવાલ પૂછ્યો- તું ટ્રેનમાં જતો હો અને ગરમી લાગે તો શું કર ?

જવાબ આવ્યો- સર, હું કોટ કાઢી નાખું … પ્રોફેસર થોડા અચકાયા, ફરી પૂછ્યું- પણ જો વધુ ગરમી લાગે તો શું કર?

વિદ્યાર્થીએ જવાબ આપ્યો – જો બહુ ગરમી લાગે તો હું શર્ટ પણ ઉતારી દવ હવે પ્રોફેસર ખુરશીમાંથી થોડા ઊંચા થયા, એમનો અવાજ પણ સહેજ ઊંચો થયો – ભાઈ ,જો ખુબજ ગરમી લાગે તો શું કર?

જવાબ આવ્યો – આમ તો સર બહુ ગરમી હોય તો હું એસીમાં જ મુસાફરી કરું..

પ્રોફેસરની ધીરજ ખૂટી, ટેબલ પર હાથ પછાડીને જોરથી બોલ્યા – ભાઈ તું જનરલ કોચમાં જાશ અને બઉ ગરમી લાગે તો શું કર ?

વિદ્યાર્થીએ કહ્યું -તો પછી હું બનિયાન અને પેન્ટ, મોજા, બુટ પણ કાઢી નાખું .. પ્રોફેસર સમસમી ગયા, ઊંડો શ્વાસ લીધો અને પૂછ્યું – ધાર કે તારી આવી સ્થિતિમાં કોઈ તારો સમાન લૂંટીને જતું રહે તો ?

વિદ્યાર્થી- સાહેબ..મને ગમે તે થાય, કે મારા સમાન ને ગમે તે થાય પણ.. હું બારી નઈ ખોલું ,નઈ ખોલું અને નઈજ ખોલું…

(17.) અંગ્રેજી પિક્ચરમા 10 વખત kiss કરી લે ને તોય પ્રેમ નથી થતો,

ને અહીંયા તો ક્લાસમા છોકરી પેન પણ માંગી લે તો રાતની ઊંઘ હરામ કરી લે છે.

(18.) ખાતરના ૩ પ્રકાર છે. • કુદરતી ખાતર • કૃત્રિમ ખાતર • તમારી જાણ ખાતર જ્ઞાન સમાપ્ત…

(19.) લોકો બીપીના ડર થી નમક ખાવાનું બંધ કરે છે,

ડાયાબિટીસના ડર થી ગળ્યું પણ ભગવાનના ડરથી ખાવાનું બંધ નથી કરતા.

(20.) C.A. અને B.com. બન્ને વચ્ચે શું તફાવત છે..?

એમને એક જ પ્રશ્ન પૂછ્યો હતો કે એક ઓવરમાં કેટલા બોલ હોય છે ?

B.Com. થયેલા એ કીધું કે છ બોલ હોય છે…

CA થયેલા એ કીધું કે એક જ બોલ હોય છે, જે છ વાર નાખવામાં આવે છે.

(21.) સાત જન્મો સુધી તમારો સાથ આપીશ એવુ કહેવાવાળી આજ કહેતી હતી કે ,

મારી હામું જોવું નહિ , મનેય આંખ આવશે.

(22.) ડોક્ટરે દર્દીનું ચેક અપ કરીને કહ્યું “બાયપાસ કરવી પડશે”

દર્દીએ ચારે બાજુ ડાફોળિયાં માર્યા પછી કહ્યું “પેલી લીલી સાડી પહેરીને આવી હતી એને મેં પાસ કરી છે.

ડોક્ટર :- અરે ડોબા એવી બાઈ પાસ નથી કરવાની, બાયપાસ સર્જરી કરવાની છે.

(23.) એક ગુજરાતી બા ની નિર્દોષ શંકા : કેલ્શિયમની ગોળી ગળવા જતા નીચે પડી ગઈ… એના બે ટુકડા થઈ ગયા…

બા બોલ્યાં : લો પોતે જ તૂટી ગઈ.. આ શું તંબૂરો મારા હાડકાં મજબૂત ક૨શે !

(24.) મચ્છરોએ પણ રાતની પ્રાઈવસી બગાડી છે…

ડિસ્પ્લે ઓન કરતાંજ ચેટ વાંચવા આવી જાય છે…

(25.) પબજી વાળાએ છેક પાકિસ્તાનથી આવીને લગ્ન પણ કરી લીધા…

અને ફેસબૂક વાળાને તો છેલ્લે સુધી એ જ બીક હોય કે, છોકરી જ નહીં હોય તો ?

(26.) શાકભાજી વાળો : – શેરીમાં. આલુ લે લો, ગોબી લે લો, લોકી લે લો….

ટમાટર … દેખ લો…..!! (કમાકર દેખ લો) …!

(27.) કુંવારાના લગ્ન થાતાં નથી , અને પરણેલા ઓને લગ્નજીવનમાં મજા આવતી નથી,

અને છૂટાછેડા વાળાઓને ફરી લગ્ન કરવા છે.. આમાં કોણ ખુશ છે એજ ખબર નથી.

(28.) એક મિત્રએ મને પૂછ્યું : તારે તારી પત્ની સાથે મતભેદ થતા નથી…???

હું : થાય છે ને…. ઘણી વાર તો મોટા મતભેદ થાય છે. પણ તે બધા ઉકલી જાય છે….

મિત્રએ આશ્ચર્યથી પૂછ્યું : એ કેવી રીતે….???

હું : મારો મત હું ખાનગી રાખું છું, મારી પત્નીને જણાવતો નથી….

(29.) હમણાં છાપામા ટચુકડી એક જાહેરાત આવી કે,

રેતી ના હોય તો સંપર્ક કરો એક ભાઈએ ફોન કરીને કીધું કે હા ,

મારે બબ્બે મહિને પિયર ચાલી જાય છે !!

માંડ ઈ ભાઈને સમજાવ્યું કે એમ રેતી નહી મકાન બાંધકામમા રેતી ના હોય તો સંપર્ક કરો

(30.) હજી વિચારતો હતો કે, કોઈના જવા થી કઈ ફરક નથી પડતો. ત્યાં તો લાઈટ જતી રહી.

(31.) હું રેડિયો પર વ્યસ્ત હતો. પત્ની : શું સાંભળી રહ્યા છો ?

હું : પ્રધાનમંત્રીના મનની વાત.

પત્ની : મારી તો ક્યારેય નથી સાંભળતા.

હું : તું જે કહે છે, તેને મનની વાત નહિ, અસંતોષ અને પંચાત કહે છે.

(32.) આજનું આ જ્ઞાન ફક્ત યુવાન પુરુષો માટે…

જયારે કોઈ સુંદર યુવતી એકદમ બિન્દાસ થઈને…

અચકાયા વગર તમારી બાજુ વાળી સીટ પર આવીને બેસી જાય….

તો સમજી જવું કે હવે તમે યુવાન રહ્યા નથી…

તમે અંકલ થઈ ગયા છો… જ્ઞાન સમાપ્ત.

(33.) કોઈની બળતરા ના કરવી, એના ધુમાડાથી પણ પર્યાવરણને નુકશાન થાય છે..

(34.) લિપસ્ટિક પણ કેવી ગજબની ચીજ છે.

જો હોઠ ઉપર લાગી જાય તો દાંત ખીલી જાય છે..

અને શર્ટ ઉપર લાગી જાય તો દાંત હલી જાય.

(35.) ભાઈઓ અને બહેનો.. SWIGGY અને ZOMATO ને પણ AMBULANCEની જેમ સાઈડ આપતા રહેજો…

ક્યાંક કોઈ ભૂખ્યો ના મરી જાય.

(36.) બે ચોર એક દુકાન માં ચોરી કરવા ગયાં

શર્ટ ઉપર ભાવનું સ્ટીકર જોય ને એક ચોર બોલ્યો

જોતો ખરા હાવ લુંટવાજ બેઠા છે ને

(37.) મન હોય તો માળવે જવાય,

પણ તડકો ૪૨°ડિગ્રી હોય તો ક્યાંય ન જવાય.

(38.) પતિ:- કાલે પત્ની સાથે ઝઘડો થયો. સવારે રિસાઈ ને વહેલી ઉઠી જ નહિ.

જાતે છોકરાના નાસ્તા બનાવ્યા,સ્કુલ માટે તૈયાર કર્યાં,

ત્યાં સુધી એ તો ઘોરતી જ રહી. જેવો છોકરાને લઈને સ્કુલે મુકવા નીકળ્યો ને બોલી…

છોકરા ને વેકેશન ચાલે છે છોકરા પણ એની માં જેવા. બોલતા પણ નથી કે પપ્પા વેકેશન છે.

(39.) એક સર્વે મુજબ ચહેરા થી સૌથી ભોળા ને માસૂમ દેખાતા લોકો જ ટોપ લેવલ ના હરામી હોય છે

(40.) આમંત્રણ વગર એક લગ્ન માં ઘુસી ગયો…

પૂછવા પર કહી દીધું… છોકરી વાળા તરફ થી છું…

મને બહુ ઢીબી નાખ્યો…. પછી ખબર પડી કે,

બન્ને બાજુ છોકરા વાળા જ છે.

(41.) આપણાં દેશ માં મનપસંદ વ્યક્તિ ની સાથે લગ્ન ના થવાથી,

ગુસ્સા માં અને ગુસ્સા માં 2/3 બાળકો થઈ જાય છે..!!

(42.) પતિ :- જો તુમકો હો પસંદ વહી બાત કહેંગે હમ તુમ દિનકો અગર રાત કહો તો હમ રાત કહેંગે…

પત્ની :- ઓહો તમે મને એટલો બધો પ્રેમ કરો છો…

પતિ :- પ્રેમ બેમ કાઈ નહિ, ગાંડી સાથે કોણ લમણાં લે…

(43.) અરે.. ગાંડી..!!

તું ખાલી મેસેજ તો કર મારા રિપ્લે ની સ્પીડ જોઈને ચિત્તો પણ શરમાય જશે.

(44.) ખોટું બોલવાનું તો બાળપણ થી શિખાઈ ગયું હતું…

Sir / Medam કે પ્રિન્સિપાલ પસંદ ના હતા…

છતાં લખતા હતા તમારો આજ્ઞાકારી શિષ્ય

(45.) સારું છે કે કાર્ડિયો ગ્રામ માં હૃદય કઈ રીતે ધબકે છે એટલું જ બતાવે છે

જો એ બતાવત્ કે કોના માટે ધબકે તો અમુક લોકો ના હાડકા ભાંગી ગયા હોત..!

(46.) સર્વે અનુસાર પૃથ્વી માં ૩% જ પાણી શુદ્ધ છે,

એમાં પણ ૦.૪૫% પાણી તો છોકરીયું પાણી પૂરી માં પી જાય છે. પાણી બચાવો…

(47.) દેને વાલા જબ ભી દેતા.. દેતા છપ્પર ફાડ કે…

આવી ખબર હોવા છતાંય તમે અંબુજા સીમેન્ટની છત બનાવો,

તો પસી ભગવાન ક્યાંથી આપે… પતરા નખાવો પતરા…

(48.) ચા પતિ અને, પતિ માં શું સમાનતા છે….

બન્ને ને ઉકળવાનું લખ્યું છે, એ પણ એક સ્ત્રી ના હાથે…

(49.) ચૂંટણીની અસર મગજ પર એવી થઈ ગઈ છે કે,

કાલે બસમાં કંડકટર કહે, ટિકીટ… ટિકિટ….. મેં કીધું… બે વિધાનસભા…

(50.) પુરુષ પ્રેમનો ભૂખ્યો હોય અને સ્ત્રી સન્માનની.

પણ, હરામ બરોબર જો બેય એકબીજાને આપતા હોય તો..!!

Gujarati Funny Jokes : 45+ ગુજરાતી રમુજી જોક્સ 2025

  • Gujarati Funny Jokes | 45+ ગુજરાતી રમુજી જોક્સ 2025

    કેમ છો મિત્રો મજા મા ને આજે તમારાં માટે Gujarati Funny Jokes નો ખજાનો લઈને આવ્યો છું જે વાંચી વાંચીને તમે લોટ પોટ થઈ જશો કેમકે આ જોક્સ એટલાં કોમેડી છે કે…

  • ગુજરાતી સુવિચાર – Inspiring Gujarati Suvichar

    સુવિચાર(Suvichar) એટલે ગુજરાતી સુવિચાર એ એવો વિચાર અથવા મંત્ર છે જે માનવને સમજવા અને પ્રેરણા આપવામાં આવે છે. તે માનવને જીવનમાં શક્તિ, સહનશીલતા, પ્રેમ, સમાધાન અને આનંદનો અનુભવ કરવાની સ્ફૂર્તિ આપે…

  • ગુજરાતી વાર્તાઓ – Gujarati Varta – Stories 2025

    Gujarati Varta બે સગા ભાઈઓ હતાં. એમનો એક કેફી દ્રવ્યોનો બંધાણી, દારૂડિયો અને આડા રસ્તે ચડી ગયેલો હતો. એ વારંવાર ઘરમાં ઝઘડા કરતો. પોતાની પત્ની અને બાળકોને પણ અવારનવાર મારતો.…

  • Marathi Jokes | 40+ भन्नाट मराठी जोक ? Latest 2025

    Marathi jokes : नमस्कार मित्रांनो, विनोद म्हणजे माणसाच्या आयुष्यातला एक अविभाज्य घटक बनला आहे. marathi jokes करून एखाद्याला खळखळून हसवण हे प्रत्येकालाच जमत नाही.तर असेच काही marathi jokes इथे तुम्हाला पहायला मिळतील. मित्र…

  • Gujarati Jokes | 15+ જોક્સ વાંચીને થશો હસી-હસીને પાગલ!!!

    કેમ છો મિત્રો મજા માને આજે તમારાં માટે Gujarati Jokes નો ખજાનો લઈને આવ્યો છું જે વાંચી વાંચીને તમે લોટ પોટ થઈ જશો કેમકે આ જોક્સ એટલાં કોમેડી છે કે…

  • Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર ના મહત્વ ?

    Show Some Love Gujarati Suvichar Gujarati Suvichar: ઝીંદગી માં સફળ થવા માટે સારા વિચારો નું હોવું ખુબજ જરૂરી છે. એટલા માટે આજે અમે અહીં તમારા માટે લઇ ને આવ્યા છીએ Suvichar Gujarati…

gujaratiprerna@gmail.com

Hello.. Friends Aa Mari Gujarati Motivation Ni Website Che Ama Tamara Mate Sara Post Images And Text Na Suvichar Upload Karva Ma Aave Che.

Related Posts

Marathi Jokes | 40+ भन्नाट मराठी जोक ? Latest 2025

Marathi jokes : नमस्कार मित्रांनो, विनोद म्हणजे माणसाच्या आयुष्यातला एक अविभाज्य घटक बनला आहे. marathi jokes करून एखाद्याला खळखळून हसवण हे प्रत्येकालाच जमत नाही.तर असेच काही marathi jokes इथे तुम्हाला पहायला मिळतील. मित्र…

Gujarati Jokes | 15+ જોક્સ વાંચીને થશો હસી-હસીને પાગલ!!!

કેમ છો મિત્રો મજા માને આજે તમારાં માટે Gujarati Jokes નો ખજાનો લઈને આવ્યો છું જે વાંચી વાંચીને તમે લોટ પોટ થઈ જશો કેમકે આ જોક્સ એટલાં કોમેડી છે કે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *