સુવિચાર(Suvichar) એટલે ગુજરાતી સુવિચાર એ એવો વિચાર અથવા મંત્ર છે જે માનવને સમજવા અને પ્રેરણા આપવામાં આવે છે. તે માનવને જીવનમાં શક્તિ, સહનશીલતા, પ્રેમ, સમાધાન અને આનંદનો અનુભવ કરવાની સ્ફૂર્તિ આપે છે. સુવિચારો માનવની ભાવનાઓ અને આદતો પર વિચાર કરવાનો માધ્યમ બને છે અને ગુજરાતી સુવિચાર જીવનની દિશાને સારા કરે છે. સારા વિચારો માનવને સંગ્રહણ, સમજ, અને પ્રગતિ માટે માર્ગદર્શન આપે છે. આને અમારા દિવસની આરાધના બનાવવામાં મદદ મળે છે. ગુજરાતી સુવિચાર જનતાને સારા અને સરળ તક સાંભળવા અને મન અને દિમાગને ફ્રેશ અને મોટીવેટ કરવાની સ્ફૂર્તિ આપે.
નમસ્કાર મિત્રો, કેમ છો? આશા કરીએ છીએ કે તમે બધા એકદમ મજામાં અને સ્વસ્થ હશો. મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ Gujarati Suvichar!
ગુજરાતી સુવિચાર :
(1.) માણસને જ્યારે જરુર કરતા વધારે મહત્વ મળે,
ત્યારે તે બીજાને સમજવાની સમજણ ગુમાવી દે છે.
(2.) માનવનો સૌથી મોટો દુશ્મન એનું અજ્ઞાન નથી,
પરંતુ પોતે સર્વજ્ઞાની હોવાનો ભ્રમ છે.
(3.) સ્વભાવનું મેનેજમેન્ટ એટલે
છીએ એના કરતા ઓછા દુઃખી થવાની કળા અને
હોઈએ એના કરતાં વધુ સુખી હોવાની અનુભૂતિ
(4.) પૈસા અને ઉંમર ઉપર ક્યારેય અભિમાન ન કરવું
કારણ કે જે ગણી શકાય તે ચોક્કસ ખતમ થાય છે
(5.) મોટો માણસ એને જ કહેવાય કે જેને મળ્યાં પછી આપણને નાનાં હોવાનો અનુભવ જ ના થાય.
(6.) સ્વભાવને સંજોગો સાથે સેટ કરવો
એ જ સાચી સફળતા છે…..!!
(7.) ઘડિયાળ રીપેર કરવાવાળા મળી જાય પણ સમય તો જાતે જ સુધારવો પડે.
(8.) કોઈ ની સાથે એકસરખો અને એકધારો સંબંધ જાળવી રાખવો, એ જીવનની સૌથી મોટામાં મોટી સફળતા છે…..!!!!
(9.) નિયત થી ભગવાન પ્રસન્ન થાય છે ને દેખાડા થી માણસ..!!!
(10.) જયાં સ્નેહ હોય ત્યાં સંકડાશ હોતી નથી, અને જયાં સ્વાર્થ હોય ત્યાં મોકળાશ હોતી નથી.
(11.) કિંમત અને મૂલ્ય માં મોટો ફરક છે કિંમત ચૂકવવી પડે મૂલ્ય કમાવું પડે…
(12.) આપણા શિખવેલા જ્યારે આપણને જ શિખવે,
ત્યારે આપણને ઘણું બધૂ શિખવા મળે છે
(13.) વ્યકિતનું પોતાનુ સૌંદર્ય
એમની પોતાની વાણીમાં જ હોય છે.
(14.) લાખ મુશ્કેલીઓ પછી પણ હિંમત રાખવી,
પાન ખરવાથી કંઇ મૂળ નબળું પડતું નથી.
(15.) મુદ્દાની વાત :
સમજી શકે…, એજ સાચવી શકે…!!!!
(16.) જે અર્થ ન સમજે એના પર શબ્દો વ્યર્થ ન કરવા
(17.) જ્ઞાન હંમેશા ભીતરથી જ પ્રગટે છે, બહારથી જે મળે છે તે માહિતી હોય છે.
(18.) સંબંધ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતો, એ તો હ્રદયનાં ભાવ અને અતૂટ વિશ્વાસથી ટકે છે.
(19.) સમય બતાવી શકે છે કે તમારી પાસે કેટલો પૈસો છે પૈસો નથી બતાવી શકતો કે તમારી પાસે કેટલો સમય છે.
(20.) મૌન એ સૌથી અઘરી દલીલ છે, જેનો પ્રતિકાર કરવો સૌથી મુશ્કેલ હોય છે!!
(21.) દુનિયામાં સૌથી ઓછા વજનવાળું હથિયાર જીભ છે, એના ઘા દેખાતા નથી.. પણ હૃદયમાં વાગે છે!
(22.) અનુભવ ઉંમરથી નહીં પણ પરિસ્થિતિથી આવે છે
સારા સમય કરતા ખરાબ સમય જિંદગીમાં ઘણું બધું શીખવી જાય છે
(23.) જે ભૂલ માંથી તમે કંઇજ શીખી ન શકો એ તમારી જિંદગીની મોટામાં મોટી ભૂલ છે.
(24.) પોતાની જિંદગીથી ક્યારેય નારાજ ના થવુ
“શું ખબર તમારા જેવી જિંદગી બીજા લોકોનું સપનું હોય”
(25.) બત્રીસ દાંતની વચ્ચે જેમ જીભ રહે એવી જ રીતે રહેતા શીખવાનું… રહેવાનું બધા વચ્ચે પણ દબાવાનું કોઈનાથી પણ નહીં!
(26.) ના સમજાય તો બે વાર વાંચો
જીવનનું કામકાજ થોડું ઘણું ટ્રાફીક સીગ્નલ જેવું છે…
જેને “Left” જવું છે તેને સડસડાટ જવાશે.
જેને “Right” જવું છે તકલીફ તેને જ છે…
(27.) મોકો આપનારને દગો અને દગો આપનારને મોકો કયારેય ન આપવો.
(28.) આખી દુનિયા જીતી શકાય છે સંસ્કારથી, અને જીતેલી દુનિયા હારી જવાય છે અહંકારથી !!
(29.) વિચારેલું કદી થતું નથી
ગમતું હોય તે મળતું નથી
મળે તે ગમતું નથી
અને
જો ગમતું મળે તો એ ટકતું નથી
બસ આનું નામ જિંદગી..
(30.) જ્યારે બીજાને સમજાવવું અઘરું થઈ જાય.
ત્યારે પોતે સમજવું વધુ યોગ્ય અને આવશ્યક છે..
(31.) આપણે આપણા વિષે ઓછું વિચારીએ છીએ,
પણ
લોકો આપણા વિશે શું વિચારે છે?
તે માટે બહુ વિચારીએ છીએ
(32.) સમજ અને ગેરસમજમાં
ઝાઝો ફેર નથી,
એકમાં ભાન ભૂલાય છે !!
એકમાં ભાન આવે છે.
(33.) વિશ્વાસ.. અસંભવ ને પણ સંભવ બનાવે છે
(34.) સફળ જીવનના બે મંત્રો છે,
ઉતાવળ ધીરજથી અને ક્રોધ શાંતીથી કરવો.
(35.) સાચું બોલવું શ્રેષ્ઠ છે,
પરંતુ સાચું સાંભળી લેવું સર્વશ્રેષ્ઠ છે..!!
(36.) પસંદ એને કરો જે પરિવર્તન લાવી શકે,
બાકી પ્રભાવિત તો મદારી પણ કરે છે.
(37.) ‘આપતાં’ આવડે એને જ મળે
પછી એ ‘સુખ’ હોય કે ‘સમય’, ‘પ્રેમ’ હોય કે ‘માન’,
‘હુંફ’ હોય કે ‘સાથ’.
(38.) સંબંધ સાચવવા અઘરા નથી હોતા, પણ સંબંધ ની સાથે જોડાયેલા અલગ અલગ વિચારો ને સાચવવા અઘરા હોય છે.
(39.) જ્ઞાન એટલે આપણે શું કરી શકીએ એનું ભાન,
અને ભાન એટલે ક્યારે શું ન કરવું એનું જ્ઞાન..
(40.) સૌથી સારી નજર એ છે જે પોતાની ખામીને જોઈ શકે.
(41.) સાચી શિખામણ એ સત્ય છે જેને લોકો ક્યારેય ધ્યાનથી નથી સાંભળતા અને ખોટા વખાણ એ એવો દગો છે કે જેને લોકો સંપુણૅ ધ્યાનથી સાંભળે છે.
(42.) જીવનમાં નિષ્ફળતા બે કારણોથી મળે છે.
વગર વિચારે કરેલ કામથી અને…
માત્ર વિચારતા જ રહીને ન કરેલાં કામથી
(43.) નિખાલસ હાસ્યને કદી ગરીબી નડતી નથી,
અને આ જાહોજલાલી બધા અમીરોને મળતી નથી !!
(44.) ગમે એટલું ભેગુ કરો.
પરંતુ, જો તમે મોજ શોખ માટે વાપરી નથી શકાતા.
તો તમે તે ધન ના માલિક નથી પણ ચોકીદાર જ છો.
(45.) પાંદડા એ જયારે પણ રંગ બદલ્યો છે ત્યારે જમીન પર પડયા છે.
(46.) ગુસ્સા ના કારણ કરતા…
ગુસ્સા નુ પરિણામ, વધારે દુઃખ દાયક હોય છે.
(47.) લોકોની ટીકાથી આપણો માર્ગ ન બદલાય કારણ કે સફળતા શરમથી નહીં સાહસથી જ મળશે…!!!
(48.) ચોખા” જો કંકુ ભેગા ભળે તો કોઇના મસ્તક સુધી પહોંચી જાય, અને જો મગ ભેગા ભળે તો ખીચડી માં જ ખપી જાય, તમે કોણ છો તેનું મહત્વ ઓછું છે, પણ તમે કોની સાથે ભળેલા છો તે મહત્વનું છે.
(49.) સારી વ્યકિત પસંદ નહીં કરો તો ચાલશે,
પરંતુ એવી વ્યકિત પસંદ કરો જે તમને વધુ સારી વ્યકિત બનાવે..!!
(50.) રજવાડું તો હ્દયમાં હોવું જોઇએ,
પછી ગમે ત્યાં બેસો સિહાંસન જ લાગે.
ગુજરાતી સુવિચાર :
- #GujaratiComedy #FunnyJokesGujarati #GujjuReels #GujaratiMasti #HasyaJokes #PatniPatiJokes #GarbaJokes #GujaratiChutkula #GujaratiLaugh #GujjuJokes #MojNiLife #GujaratiFunnyVideo
- funny jokes
- gujarati funny jokes
- gujarati joke
- gujarati jokes
- gujarati kahani
- gujarati ma kahani
- gujarati motivation
- gujarati quotes
- Gujarati Story
- Gujarati Suvichar
- Gujarati varta
- gujju jokes
- gujju kahani
- Gujju Story
- GUJJU VARTA
- hindi quotes
- hindi story
- hindi suvichar
- joke in gujarati
- jokes in gujarati
- jokes in marathi
- marathi joke
- marathi jokes
- marathi tadka
- mata pita ki kahani
- motivation hindi
- motivation in gujarati
- motivational story
- SAD STORY
- Suvichar in Gujarati
- text of kahani gujju
- हिंदी कहानी
-
Top 100 Gujarati Comedy Jokes | ગુજરાતી કોમેડી જોક્સ !
અહીં તમારા માટે ખાસ 100 Gujarati Comedy Jokes અને ફની જોક્સ તૈયાર કર્યા છે. (Gujarati Comedy Jokes) 🤣 તમને હસાવવાનું કામ આજે અમે લઈ લીધું છે! Gujarati Comedy Jokesઆજના ખાસ…
-
100+ શ્રેષ્ઠ ગુજરાતી સુવિચારો (Gujarati Suvichar)
સુવિચાર(Suvichar) એટલે ગુજરાતી સુવિચાર એ એવો વિચાર અથવા મંત્ર છે જે માનવને સમજવા અને પ્રેરણા આપવામાં આવે છે. તે માનવને જીવનમાં શક્તિ, સહનશીલતા, પ્રેમ, સમાધાન અને આનંદનો અનુભવ કરવાની સ્ફૂર્તિ આપે છે. સુવિચારો માનવની ભાવનાઓ…
-
Gujarati Funny Jokes | 45+ ગુજરાતી રમુજી જોક્સ 2025
કેમ છો મિત્રો મજા મા ને આજે તમારાં માટે Gujarati Funny Jokes નો ખજાનો લઈને આવ્યો છું જે વાંચી વાંચીને તમે લોટ પોટ થઈ જશો કેમકે આ જોક્સ એટલાં કોમેડી છે કે…
-
ગુજરાતી સુવિચાર – Inspiring Gujarati Suvichar
સુવિચાર(Suvichar) એટલે ગુજરાતી સુવિચાર એ એવો વિચાર અથવા મંત્ર છે જે માનવને સમજવા અને પ્રેરણા આપવામાં આવે છે. તે માનવને જીવનમાં શક્તિ, સહનશીલતા, પ્રેમ, સમાધાન અને આનંદનો અનુભવ કરવાની સ્ફૂર્તિ આપે…
-
Marathi Jokes | 40+ भन्नाट मराठी जोक ? Latest 2025
Marathi jokes : नमस्कार मित्रांनो, विनोद म्हणजे माणसाच्या आयुष्यातला एक अविभाज्य घटक बनला आहे. marathi jokes करून एखाद्याला खळखळून हसवण हे प्रत्येकालाच जमत नाही.तर असेच काही marathi jokes इथे तुम्हाला पहायला मिळतील. मित्र…
-
Gujarati Jokes | 15+ જોક્સ વાંચીને થશો હસી-હસીને પાગલ!!!
કેમ છો મિત્રો મજા માને આજે તમારાં માટે Gujarati Jokes નો ખજાનો લઈને આવ્યો છું જે વાંચી વાંચીને તમે લોટ પોટ થઈ જશો કેમકે આ જોક્સ એટલાં કોમેડી છે કે…
nice